આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે કયામતના દિવસે દરેક મોમિન વ્યક્તિ અલ્લાહ સમક્ષ ઊભો હશે, અને અલ્લાહ તેની જોડે કોઈ પણ પ્રકારના મધ્યસત વિના વાતચીત કરશે, અને તે બંને વચ્ચે શબ્દોનું અનુવાદ કરવા માટે કોઈ પણ અનુવાદક નહીં હોય, બસ જ્યારે તે અત્યંત ગભરાઈને પોતાની જમણી તરફ નજર કરશે, તે આશાએ તેની સામે જે આગ છે, તેનાથી મુક્તિ મેળવવાનો માર્ગ મળી જાય. બસ જ્યારે તે પોતાની જમણી તરફ જોશે તો તે ફક્ત પોતાના આગળ મોકલેલા સત્કાર્યો સિવાય અન્ય કોઈ પણ વસ્તુ નહીં જુએ, અને જ્યારે તે પોતાની ડાબી બાજુ નજર કરશે તો તેને ફક્ત પોતાના દુષ્કર્મ જ દેખાશે, અને જ્યારે તે પોતાની સામે નજર કરશે તો તેને આગ (જહન્નમ) જ દેખાશે, અને તે તેનાથી બચી નહીં શકે, અને તેના માટે પુલ સિરાત પરથી પસાર થવું જરૂરી છે. ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)«» એ કહ્યું: પોતાની અને જહન્નમ દરમિયાન સદકા અને નેક કાર્યો વડે એક આડ બનાવી લો, ભલેને તે એક ખજૂરનો નાનો ટુકડો વડે પણ કેમ ન હોય.