ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હાએ નબી ﷺના કેટલાક આદર્શો વિષે જણાવ્યું કે જ્યારે પણ આપ ﷺને કોઈ બે વસ્તુ માંથી એક વસ્તુ પસંદ કરવી હોતી, તો સૌથી સરળ વસ્તુ પસંદ કરતાં, જ્યાં સુધી કોઈ સરળ કામમાં ગુનોહ ન હોતો, અને જો તેમાં કોઈ ગુનાહનું કોમ હોતું તેનાથી ખૂબ દૂર રહેતા અને તે સ્થિતિમાં કઠિન કાર્ય અપનાવતા. અને ક્યારેય પોતાન માટે કોઇની પાસેથી બદલો લીધો ન હતો, પરંતુ પોતાનો અધિકાર પણ છોડી દેતા હતા અને માફ કરી દેતા, પરંતુ જ્યારે કોઈ અલ્લાહએ નક્કી કરેલ હદને વટાવી જતો, તો તેની પાસેથી અલ્લાહ માટે બદલો લેતા, અને તે સમયે અલ્લાહ માટે લોકો કરતાં સૌથી વધુ ગુસ્સે થતાં.