એક વખત જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ષમૂદના લોકોના શહેર તરફથી પસાર થયા તો અઝાબ પામેલ લોકોના ઘરોમાં દાખલ થવાથી રોક્યા, જેમણે પોતાના પર જ અત્યાચાર કર્યો હતો, અથવા તેમની ખબરગીરી કરવાથી રોક્યા, જ્યાં સુધી કે દાખલ થનાર વ્યક્તિ તેમના પરિણામ પર ચિંતન મનન કરી રડી ન રહ્યો હોય, તે ભય સાથે કે તેમના ઉપર પણ તે અઝાબ ન આવી જાય, ફરી તેમણે પોતાના જાનવર પર બૂમ મારી અને તેની જડપ વધારી દીધી, અહીં સુધી કે તે ત્યાંથી પસાર થઈ ગયા.