નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચાર વસ્તુઓથી પનાહ માંગી છે: પહેલી: "અલ્લાહુમ્મ ઇન્ની અઉઝુબિક મિન્ ઝવાલિ નિઅમતિક્" (હે અલ્લાહ તારી પાસે પનાહ માંગુ છું કે તે આપેલ નેઅમતો ખતમ થઈ જાય) દીન અને દુનિયાની દરેક બાબતે, મને ઇસ્લામ પર અડગ રાખજે, અને તે ગુનાહ જેમાં સપડાઈ જવાથી નેઅમતો નષ્ટ થઈ જાય તેનાથી દૂર રાખજે. બીજી: "વતહવ્વુલિ આફિયતિક્" (એવી તંદુરસ્તી, જે બીમારીમાં ફેરવાય જાય) જે અજમાયશમાં બદલાય જાય, હમેંશા આફિયતનો સવાલ કરું છું, દરેક પ્રકારની બીમારીઓ તેમજ તકલીફોથી સુરક્ષાનો સવાલ કરું છું. ત્રીજી: "વફુજાઅતિ નિક્મતિક્" (અચાનક આવનારી મુસીબતથી) પરેશાની અથવા તકલીફ, જો તે અચાનક આવી જશે, તો તૌબા અને માફીનો સમય નહીં મળે, અને મુસીબતમાં સપડાયેલો વ્યક્તિ વધારે તકલીફમાં રહેશે. ચોથી: "વજમીઅ સખતિક્" (તારી દરેક પ્રકારની નારાજગીથી પનાહ માંગુ છું) એવા સ્ત્રોતથી જે તારા ગુસ્સાને ભડકાવે, એટલા માટે કે તું જેના પર ગુસ્સે થયો, તે નિષ્ફળ અને નુકસાન ઉઠાવશે. આ દુઆમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દરેક શબ્દોને એકઠા કર્યા; જેમાં પવિત્ર અલ્લાહના ગુસ્સે થવાના દરેક કારણોનો સમાવેશ કર્યો છે, કાર્યો, વાતો અને અકીદા (માન્યતાઓ) માંથી.