કેટલાક સહાબા રઝી અલ્લાહુ અન્હુમ નબી ﷺ સાથે સેહરી કરતા હતા અને પછી આપની સાથે ફજરની નમાઝ પઢતા હતા. અનસ રઝી અલ્લાહુ અન્હુએ ઝૈદ બિન સાબિતને સવાલ કર્યો: અઝાન અને સેહરી ખતમ થવામાં કેટલો સમય રહેતો હતો? તો ઝૈદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મધ્યમ પચાસ આયતો પઢી શકાય એટલો સમય રહેતો હતો, ન તો લાંબી આયતો અને ન તો ટૂંકી આયતો, એવી જ રીતે ન તો ઝડપથી અને ન તો ધીમા અવાજથી.