સહલ બિન સઅદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «લોકો ત્યાં સુધી ભલાઈમાં રહેશે, જ્યાં સુધી ઇફતારી કરવામાં જલ્દી કરશે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

નબી ﷺએ જણાવ્યું કે લોકો સતત ભલાઈના માર્ગમાં રહેશે, જ્યાં સુધી તેઓ સૂર્યાસ્ત થયા પછી તરત જ ઇફતારી કરી લેશે, સુન્નત પણ અમલ કરતા અને શરીઅતે વર્ણવેલ હદ કાયમ કરતા.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં સૂર્યાસ્ત પછી તરત જ ઇફતારી કરી લેવા પર ઉભાર્યા છે, તેનો અર્થ એ કે ઉમ્મતની દરેક બાબતમાં ભલાઈ રહેશે, જ્યાં સુધી તેઓ સુન્નતની હિફાજત કરશે, જો તેઓ ઇફતારી કરવામાં વિલંબ કરશે, તો તે તેમની ફસાદમાં સપડાઈ જવાની નિશાની છે.
  • લોકો વચ્ચે ભલાઈ કાયમ રહેવાનું એક સ્ત્રોત સુન્નતનું અનુસરણ છે અને ફસાદ ફેલાવવાનું કારણ સુન્નતનો વિરોધ છે.
  • અહલે કિતાબ અને બિદઅતી લોકોનો વિરોધ કરવો, કારણકે તેઓ ઇફતારી કરવામાં વિલંબ કરે છે.
  • ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં તેનું કારણ વર્ણન થયું છે, ઈમામ મુહલ્લબ રહિમહુલ્લાહએ કહ્યું: દિવસને રાત સાથે ભેગું કરવામાં ન આવે, કારણકે તે રોજદાર માટે વધુ સરળ છે, આલિમો એ વાત પર એકમત છે કે ચાંદ જોવાની ખબર કાતો ચાંદ જોઈને ખાતરી કરવામાં આવે અથવા બે સાક્ષીઓની મદદથી પણ અથવા એક ન્યાયી વ્યક્તિની સાક્ષી ચાલશે.
  • ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: ચેતવણી: જે બિદઅતો આજના સમયે લોકોમાં સામાન્ય થઈ ગઈ છે, તેમાંથી એક એ કે રમઝાનમાં તુલુઅ ફજરના લગભગ પોણો કલાક પહેલા અઝાન કહેવી, એવી જ રીતે લાઈટના કલર વડે બતાવવામાં આવે કે હવે ખાવા પીવાથી રુકી જાઓ, આવું એટલા માટે કે ઈબાદતમાં ધ્યાન આપવા ખાતર, જો કે ઘણા લોકો આ બાબતે જાણતા નથી, આના કારણે તેઓ ત્યાં સુધી પહોંચી ગયા કે સૂર્યાસ્ત સુધી અઝાન ન આપવાનું નક્કી કર્યું, અને તેઓ સુન્નત વિરુદ્ધ સહરીમાં ઉતાવળ કરવા લાગ્યા અને ઇફતારી કરવામાં વિલંબ કરવા લાગ્યા, તેથી ભલાઈ ઓછી થઈ ગઈ અને બુરાઈ વધી ગઈ, અલ્લાહ જ આપણી મદદ કરનાર છે.