આપ ﷺ જણાવી રહ્યા છે કે જ્યારે અલ્લાહ તઆલા પોતાના કોઈ મોમિન બંદા સાથે ભલાઈનો ઈરાદો કરે છે, તો તેને અલ્લાહ તઆલા પોતાની જાન, માલ અથવા ઘરવાળો પ્રત્યે તકલીફમાં અજમાયશ કરે છે, કારણકે તેના કારણે તે બંદો અલ્લાહ સમક્ષ આજીજી કરી દુઆ કરે છે, તો તેના ગુનાહો માફ કરી દેવામાં આવે છે અને તેનો દરજ્જો ઊંચો કરી દેવામાં આવે છે.