ઉમ્મુલ્ મુઅમિનિન આયશા રઝી અલ્લાહુ અન્હા આપ ﷺ સાથેની ખાસ સ્થિતિનું વર્ણન કરી રહ્યા છે, તેમાંથી: અમે બન્ને જનાબતની સ્થિતિમાં એક જ વાસણ માંથી સ્નાન કરતા હતા, અને એક સાથે એક જ વાસણ માંથી પાણી લેતા હતા. અને જો આપ ﷺ માસિકના દિવસોમાં સંભોગ કરવા ઇચ્છતા તો પહેલા આદેશ આપતા કે નાભિથી લઈ કે ઘૂંટણ સુધી પોતાના કપડાંના બાંધી દે અને પછી જિમાઅ (સમાગમ) સિવાય ભેગા થતા હતા. અને આપ ﷺમસ્જિદમાં એઅતકાફ દરમિયાન પોતાનું માથું આયશા રઝી અલ્લાહુ અન્હા તરફ બહાર કરતા, અને આયશા રઝી અલ્લાહુ અન્હા માથું ધોતી હતી, જ્યારે કે તેઓ હૈઝ (માસિક)ની સ્થિતિમાં હોતા.