નબી ﷺ દુઃખ અને મુસીબતના સમયે આ દુઆ પઢતા હતા: «લા ઇલાહ ઇલ્લલ્લાહ» અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી, «અલ્ અઝીમ» જે પોતાની ઝાત, ગુણો અને કાર્યોમાં ખૂબ મહાન છે, «અલ્ હલીમ» જે ગુનેગારને સજા આપવામાં તરત જ તેમની પકડ નથી કરતો પરંતુ તેમને ઢીલ આપે છે, તે તેને સજા આપવા પર સંપૂર્ણ કુદરત ધરાવે છે, છતાંય તે તેને માફ કરે છે, તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. «લા ઇલાહ ઇલ્લલ્લાહુ રબ્બુલ્ અર્શિલ્ અઝીમ» મહાન અર્શને પેદા કરનાર, «લા ઇલાહ ઇલ્લલ્લાહુ રબ્બુસ્ સમાવાતી વલ્ અર્ઝિ», આકાશો અને જમીનને પેદા કરનાર, અને તે બન્નેની વચ્ચે જેટલી પણ વસ્તુ છે તે બધું જ પેદા કરનાર તેમનો માલિક અને વ્યવસ્થા કરનાર, અને તે જે રીતે ઈચ્છે તેમાં ફેરફાર કરી શકે છે, «રબ્બુલ્ અર્શિલ્ કરીમ» પ્રતિષ્ઠિત અર્શને પેદા કરનાર.