મઅકિલ બિન યસાર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ ﷺએ કહ્યું: «ફિતનાના સમયે ઈબાદત કરવી એવું જ છે, જેવું કે મારા તરફ હિજરત કરવી». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આપ ﷺએ પરાજકતા, હત્યા અને અશાંતિના સમયમાં ઈબાદત અને તેનું પાલન કરવા માટે માર્ગદર્શન આપ્યું છે, તેમણે સ્પષ્ટ કર્યું કે આવા સમયમાં કરવામાં આવતી ઈબાદતનો બદલો આપ ﷺ તરફ હિજરત જેવું છે; કારણ કે લોકો ઘણીવાર ઈબાદત કરવામાં બેદરકાર હોય છે અને તેનાથી વિચલિત થાય છે અને માત્ર થોડા જ લોકો તેના માટે પોતાને સમર્પિત કરે છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • ઈબાદત કરવા પ્રોત્સાહન આપ્યું છે, અને ફિતનાના સમયે અલ્લાહ તરફ ઝૂકી જવું જોઈએ, જેથી ફિતનાથી બચી શકાય તેમજ ભ્રષ્ટાચારથી દૂર રહી શકાય.
  • આ હદીષમાં ફિતના અને ગફલતના સમયે ઈબાદત કરવાની મહત્ત્વતા વર્ણન કરી છે.
  • એક મુસલમાને ફિતના અને ગફલતની જગ્યાઓથી બચવું જોઈએ.