મોમિનોના આગેવાન ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ પોતાની સભામાં બેઠા હતા અને તેમની પાસે સહાબા રઝી અલ્લાહુ અન્હુમ પણ બેઠા હતા, તો ઉમર અલ્લાહુ અન્હુએ તેમને કહ્યું: તમારા માંથી કેટલા લોકોએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ફિતનાનું વર્ણન કરતાં સાંભળ્યા છે? તો કેટલાક લોકોએ જવાબ આપ્યો: અમે ફિતનાનું વર્ણન કરતા સાંભળ્યા છે, તો ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: કદાચ તમે તે અજમાયશો વિષે કહી રહ્યા છો, જે માનવીને તેની પત્ની અને સંતાન સાથે ખૂબ જ મોહબ્બત અથવા તેમના પર ખર્ચ કરવામાં કંજુસાઈ કરવામાં, અને તેમની સાથે ખૂબ જ ભલાઈથી અળગા રહી વ્યસ્ત થઈ જવાના કારણે, અથવા તેમના પ્રત્યે જે જવાબદારી છે, તેને પૂરી પાડવામાં, તેમના અધિકારો આપવામાં આવવામાં, તેમની તરબિયત કરવામાં, એવી જ રીતે માનવીને પોતાના પાડોસી સાથે થતાં વ્યવહારમાં આવતી અજમાયશ આવે છે? તેઓએ કહ્યું: હાં, તો ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: આ પ્રકારની અજમાયશ (ઘરવાળા, માલ અને પાડોસી વિષે આવતી બાબતોમાં આળસ) જેના માટે હિસાબ જરૂરી છે, અને આ તે પ્રકારના ગુનાહ છે જેના માટે નમાઝ, રોઝા અને સદકો તેનો કફ્ફારો બની જાય છે. પરંતુ તમારા માંથી કેટલા લોકો એ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા તે ફિતના વિષે સાંભળ્યું, જે પોતાના ભયાનકતા અને વિશાળતાના કારણે લોકો પર સમુદ્રના મોજાની માફક ઉછળતા આવશે? તો લોકો ચૂપ થઈ ગયા, તો હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા છે: ઉમર રઝી અલ્લાહુ અન્હુ ખુશ થઈ ગયા, અલ્લાહ તમારા પિતાને બરકત આપે કે તે તમારા જેવા વ્યક્તિને લાવ્યા, કહો: તો હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ફિતના દિલો પર નાખવામાં આવશે, હસીરના (દોરા)ની માફક એક પછી એક લાકડીને વળગી રહે છે, તે દિલને ફિતનાની ભયાનકતાના કારણે ખૂબ જ અસર કરશે, જે તેની સાથે જોડાયેલા હોય છે, આ ફિતના (અજમાયશો) એક પછી એક આવશે, બસ જે પણ દિલમાં તે આવશે, અને જો તે તેને પસંદ કરશે તો તે તેમાં એ રીતે સપડાઈ જશે જે રીતે પીણું સમાઈ જાય છે; તેના કારણે તેના દિલમાં એક કાળો ડાઘ પડી જશે, અને જે દિલ તેને નકારશે તેમાં સફેદ ડાઘ પડી જશે, અહીં સુધી કે દિલ બે પ્રકારના થઈ જશે, (એક) સફેદ દિલ, જેમાં મજબૂત ઈમાનના કારણે ફિતના તેને વળગશે નહીં, તે ખામીઓથી સુરક્ષિત રહેશે, અને તે ફિતના તેના પર કઈ જ અસર કરશે નહીં, જે રીતે એક સખત પથ્થર માફક, જેના પર કોઈ વસ્તુનો અસર થતો નથી, અને આ પ્રકારના દિલને અલ્લાહ સાથે મુલાકાત સુધી કોઈ ફિતનો નુકસાન નહીં પહોંચાડે. બીજું દિલ જે ફિતનાના કારણે કાળું પડી જશે, જેમકે વાંકો અથવા ઊંધો ધડો, જે પાણી રોકી શકતો નથી, એવી જ રીતે તે દિલમાં કોઈ હિકમત અને નેકી બાકી નહીં રહે, જે ન તો સત્યતાને સ્વીકારે છે ન તો બુરાઈની નિંદા કરે છે, સિવાય એ જેને તે પસંદ કરે અને તેની તે ઈચ્છા કરે. હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુએ ઉમર રઝી અલ્લાહુ અન્હુને કહ્યું: આ ફિતના તમારા જીવનમાં જાહેર નહીં થાય, અને તમારી અને તે ફિતના વચ્ચે એક બંધ દરવાજો છે, જે નજીકમાં જ તૂટી જશે, ઉમર રઝી અલ્લાહુ અન્હુએ પૂછ્યું: શું તેને સંપૂર્ણ તોડી નાખવામાં આવશે, અને જો તેણે ખોલી નાખવામાં આવે તો તેને બંધ પણ કરી શકાય છે ને, હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: ના, પરંતુ તે તોડવામાં આવશે, તે દ્વાર એક માણસ છે,જેને કતલ કરવામાં આવશે અથવા તે મૃત્યુ પામશે. અને મેં જે કઈ પણ વર્ણન કર્યું છે, તે સ્પષ્ટ અને સચોટ છેં ન તો તે યહૂદ અને નસારાની કિતાબની વાતો ન તો કોઈ આલિમનો મંતવ્ય છે, પરંતુ તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીષ છે.