ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ દુનિયામાં રેશમી પોશાક પહેરશે તો તેને આખિરતમાં પહેરાવામાં નહીં આવે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પુરુષો માંથી જે વ્યક્તિ દુનિયામાં રેશમી પોશાક પહેરશે, તો આખિરતમાં તેને રેશમી પોશાક પહેરાવવામાં નહીં આવે જ્યાં સુધી તે તૌબા ન કરી લે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • રેશમનો અર્થ શુદ્ધ કુદરતી રેશમ છે, પરંતુ કૃત્રિમ રેશમનો હદીષમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
  • પુરુષો માટે રેશમનો પોશાક પહેરવો હરામ છે.
  • રેશમનો પોશાક પર જે રોક લગાવી છે, તે પહેરવા અને પાથરવા બન્ને પર લાગુ પડે છે.
  • પુરૂષોને તેમના કપડા પર સહેજ રેશમ પહેરવાની છૂટ છે, જે બે થી ચાર આંગળીઓથી વધુ પહોળુ ન હોવું જોઈએ, જેનો ઉપયોગ ધ્વજ અથવા કપડાના હેમ તરીકે થાય છે.