સલમાન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મુશરિકોએ અમને કહ્યું: અમે જોઈએ છીએ કે તમારો નબી તમને બધી જ શિક્ષા આપી રહ્યા છે, અહીં સુધી કે શૌચલયના આદાબ પણ શીખવાડી રહ્યા છે, સલમાન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: કેમ નહીં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને જમણા હાથ વડે તેમજ કિબ્લા તરફ મોઢું કરીને શૌચલય કરવાથી રોક્યા છે, એવી જ રીતે ગોબર અને હાડકાથી સફાઈ કરવાથી રોક્યા છે, અને કહ્યું: «તમારા માંથી કોઈ ત્રણ પથ્થર કરતા ઓછા પથ્થરથી ઇસ્તિન્જા (સફાઈ) ન કરે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

સલમાન ફારસી રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મુશરિકોએ અમારો મજાક કરતા અમને કહ્યું: તમારા પયગંબર તો તમને દરેક વસ્તુઓની શિક્ષા આપી રહ્યા છે, અહીં સુધી કે શૌચલયના આદાબ પણ શીખવાડી રહ્યા છે! સલમાન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હા, કેમ નહીં, અમને તો અમારા પયગંબર તો શૌચલયના પણ આદાબ શીખવાડે છે; તેમાંથી એક એ કે અમને જમણા હાથ વડે શૌચ કર્યા પછી અશુદ્ધતાથી બચવાનો આદેશ આપ્યો છે તેમજ કિબ્લા તરફ મોઢું કરીને શૌચલય કરવાથી રોક્યા છે, એવી જ રીતે ઢોરની ગંદકી જેમ કે ગોબર અને હાડકાંથી સફાઈ કરવાથી રોક્યા છે, અને ત્રણ પથ્થરોથી ઓછા પથ્થર વડે સફાઈ કરવાથી રોક્યા છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • લોકોને લગતી દરેક જરૂરી દરેક બાબતોમાં ઇસ્લામિક શરીઅત (કાયદા)ની વ્યાપકતા અને સંપૂર્ણતાનું વર્ણન.
  • શૌચલય તથા ઇસ્તિંજા (સફાઈ) ના કેટલાક આદાબનું વર્ણન.
  • કિબ્લા તરફ મોઢું કરીને પેશાબ અને શૌચાલય કરવાથી રોક્યા છે; અહીંયા જે રોક લગાવી છે, તે રોક હરામ (અવૈધ) ની છે.
  • આ હદીષમાં જમણા હાથ વડે સફાઈ કરવાથી પણ રોક્યા છે.
  • ડાબા હાથ કરતાં જમણા હાથને પ્રાધાન્ય આપવું; કારણ કે ડાબા હાથનો ઉપયોગ ગંદકી દૂર કરવા માટે થાય છે, અને જમણા હાથનો ઉપયોગ તેના સિવાયની વસ્તુઓ માટે થાય છે.
  • ગંદકી નાની હોય કે મોટી, પાણી અથવા પથ્થરો વડે દૂર કરવી જોઈએ.
  • ઇસ્તિજમાર (પથ્થર વડે ગંદકી દૂર કરવી) માટે ત્રણ કરતા ઓછા પથ્થરોનો ઉપયોગ કરવાથી રોક્યા છે; કારણ કે સામાન્ય રીતે ત્રણ કરતા ઓછા પથ્થરોથી સફાઈ થતી નથી.
  • સફાઈ અને શુદ્ધિકરણ માટે જે કંઈ પણ ઉપયોગી થાય છે, તે પૂરતું છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખાસ કરીને પથ્થરોનો ઉલ્લેખ કર્યો; કારણ કે તે સૌથી સામાન્ય ઉપયોગી વસ્તુ છે, એવી જ રીતે આદેશ ફક્ત તેના સુધી જ માર્યાદિત નથી.
  • ઇસ્તિજમારને એકી સંખ્યામાં કરવાની ભલામણ કરવામાં આવે છે. જો ચારથી શુદ્ધિકરણ પ્રાપ્ત થાય, તો પાંચમો ઉમેરો કરવાની ભલામણ કરવામાં આવે છે, વગેરે. કારણ કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: (જે કોઈ પોતાને સાફ કરવા માટે પથ્થરોનો ઉપયોગ કરે છે, તેણે એકી સંખ્યાનો ઉપયોગ કરવો જોઈએ).
  • આ હદીષમાં સફાઈ માટે છાણનો ઉપયોગ કરવાથી રોક્યા છે; કારણ કે: તે અશુદ્ધ છે, અથવા તે જીન માટે ખોરાક છે.
  • આ હદીષમાં સફાઈ માટે હાડકાંનો ઉપયોગ કરવાથો રોક્યા છે; કારણ કે તે અશુદ્ધ છે, અથવા તે જીનનો ખોરાક છે.
explain-icon

વધુ