અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ગોબર સને હાડકા વડે સફાઈ પ્રાપ્ત કરવાથી રોક્યા છે, અને કહ્યું: «તેનાથી સફાઈ પ્રાપ્ત થઈ શકતી નથી». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ દારુલ્ કુત્ની રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ શૌચ કર્યા પછી જાનવરોના હાડકા તેમજ ઢોરોના ગોબર વડે ગંદકી સાફ કરવાથી રોક્યા છે; અને કહ્યું: તે બન્ને વસ્તુ ગંદકી દૂર નથી કરી શકતી, અને ન તો તેનાથી સફાઈ પ્રાપ્ત થઇ શકે છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • શૌચલય તથા ઇસ્તિંજાના કેટલાક આદાબનું વર્ણન.
  • સફાઈ માટે છાણનો ઉપયોગ કરવાની મનાઈ; કારણ કે: તે અશુદ્ધ છે, અથવા તે જીનનો ખોરાક છે.
  • સફાઈ માટે હાડકાંનો ઉપયોગ કરવાની મનાઈ. કારણ કે: તેઅશુદ્ધ છે, અથવા તે જીનનો ખોરાક છે.