આ હદીષમાં નબી ﷺ એ ઇસ્લામ દીનની પાંચ ફિતરત અર્થાત્ પ્રાકૃતિક વસ્તુઓ અને પયગંબરોની સુન્નતોનું વર્ણન કર્યું: પહેલું: ખતના કરાવવી, ગુપ્તાંગની ઉપર જે વધારાની ચામડી હોય છે તેને કપાવવી, તેમજ સ્ત્રીની યોનીમાં ઉપર હોતી ચામડી કાપવી. બીજું: ગુપ્તાંગની આજુબાજુના વાળ કાપવા, જે નાભિ નીચેના વાળ હોય છે તેને કાપવા. ત્રીજું: મૂછો કાપવી, માનવીએ પોતાના હોઠ ઉપર ઉગતા વાળ કાપવા, જેથી માનવીના હોઠ નજર આવી શકે. ચોથું: નખ કાપવા. પાંચમું: બગલના વાળ ઉખેડવા.