શુરૈહ બિન હાની રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં આયશા રઝી અલ્લાહુ અન્હાને સવાલ કર્યો, મેં કહ્યું: નબી સલ્લલ્લાહું અલૈહિ વસલ્લમ જ્યારે ઘરમાં દાખલ થતાં તો સૌથી પહેલું કયું કાર્ય કરતાં? તો આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: મિસ્વાક (દાતણ) કરતાં. સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શિક્ષાઓ માંથી એક છે કે જ્યારે દિવસ અથવા રાત દરમિયાન ઘરમાં દાખલ થતાં તો મિસ્વાક (દાતણ) કરતાં.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • દરેક સમયે મિસ્વાક (દાતણ) કરવું જાઈઝ છે, અને ખાસ કરીને તે સમયે મિસ્વાક કરવા પર ભાર આપવામાં આવ્યું છે, જેમાંથી: ઘરમાં દાખલ થતી વખતે, નમાઝના સમયે, વઝૂ કરતી વખતે, અને સૂઈને ઊઠીને અને જ્યારે પણ મોઢામાંથી દુર્ગંધ આવે ત્યારે મિસ્વાક કરવું.
  • આ હદીષ દ્વારા તાબઈનની નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પ્રત્યે દરેક સ્થિતિ વિષે જાણવાની ઉત્સુકતા, જેથી તેમનું અનુસરણ કરી શકે.
  • નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઘરવાળાઓ તથા અન્ય જાણીતા લોકો પાસેથી ઇલ્મ પ્રાપ્ત કરવું, અહી સુધી કે આયશા રઝી અલ્લાહુ અન્હાને ઘરમાં દાખલ થતી વખતની સ્થિતિ વિષે પણ સવાલ કરવામાં આવ્યો.
  • નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો પોતાના ઘરવાળાઓ સાથે સારો વ્યવહાર, અહીં સુધી કે ઘરમાં દાખલ થઈ સૌથી પહેલા મિસ્વાક (દાતણ) કરતાં.