યમન શહેરથી અલી રઝી અલ્લાહુ અન્હુએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે બોરડીના ટુકડા દ્વારા સાફ કરેલ ચામડાના થેલામાં સોનાના ટુકડા મોકલ્યા, તેના પર માટી ચોટેલી હતી, રિવાયત કરનાર સહાબીએ કહ્યું: તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે સોનાના ટુકડા ચાર વ્યક્તિ વચ્ચે વહેચી દીધા: ઉયૈનહ બિન બદર અલ્ ફઝારી, અકરઅ બિન હાબિસ અલ્ હન્ઝલી, ઝૈદ અલ્ ખય્લ અન્ નિભાની, તેમજ અલકમહ બિન ઉલાષહ અલ્ આમીરી, સહાબા માંથી એક વ્યક્તિ ઉભો થયો અને કહ્યું: આ ચારેય કરતા અમે વધારે હક ધરાવીએ છીએ, રાવીએ કહ્યું: તો જ્યારે આ વાત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સુધી પહોંચી, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું મારા પર તમે ભરોસો નથી કરતા, જ્યારે કે અલ્લાહ તઆલાએ મારા પર ભરોસો કર્યો છે, જે આકાશમાં છે અને સવાર સાંજ મારી પાસે આકાશ માંથી ખબર (વહી) આવે છે». વર્ણન કરનારે કહ્યું: એક વ્યક્તિ ઉભો થયો, જેની આંખો અંદર જતી રહી હતી, તેના ગાલ ફૂલેલા હતા, તેનું કપાળ ઉપસેલું હતું, તેની દાઢી ભરાવદાર હતી, લાંબી ન હતી, ટકલું કરાવેલું હતું, તેણે કપડું પોતાના હાથ વડે ઉઠાવેલું હતું, જે શરીરથી નીચે ઉતરી રહ્યું હતું. તેણે કહ્યું: હે અલ્લાહના પયગંબર! અલ્લાહથી ડરો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તારા પર અફસોસ! આ ધરતી પર મારા કરતાં વધારે બીજો કોઈ અલ્લાહથી ડરવાનો હક ધરાવે છે?!» કહ્યું: પછી તે પીઠ ફેરવી જવા લાગ્યો, ખાલિદ બિન વલીદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! શું હું તેનું ગળું કાપી નાખું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ના, કદાચ કે તે નમાઝ પઢતો હેશે, ખાલિદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: કેટલાય નમાઝીઓ એવા છે, જેમની જબાન વડે તે જાહેર થાય છે, જે દિલમાં નથી હોતું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: મને લોકોના દિલમાં ઉતરી અથવા તેમના પેટ ફાડી તપાસ કરવા નથી મોકલ્યો કે હું જાણું તેમના દિલ અને પેટમાં શુ છે; હું તો તેમના જાહેર કાર્યો જોઈ તેમના વિશે મંતવ્ય આપીશ, અને કહ્યું: પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેની તરફ જોઈ કહ્યું જ્યારે તે જઈ રહ્યો હતો: તેની પેઢીથી અથવા સાથીઓ અથવા તો તેના ખાનદાન માંથી એવા લોકો આવશે, જેઓ કુરઆન મજીદ તો સુંદર અવાજે પઢતા હશે, હમેંશા તેંમની જબાન કુરઆન મજીદની તિલાવત કરતી રહી હશે, કુરઆન મજીદ તેમના હલકથી નીચે નહિ ઉતરે, જેથી તેમના દિલ ન તો ડરશે અને ન તો તેમની ઇસ્લાહ થતી રહેશે, અલ્લાહ ન તો તેમના દરજ્જા વધારશે અને ન તો તેને કબૂલ કરશે, તેઓ દીન માંથી એવી રીતે નીકળી જશે, જે રીતે શિકારીને મારવામાં આવેલ તીર તેનાથી પાર થઇ જાય છે. હદીષ વર્ણન કરનારે કહ્યું: મારું અનુમાન છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જો મને મુસલમાનો વિરુદ્ધ તેમના ભ્રષ્ટાચારનો અંદેશો થયો, તો હું તેમને ષમૂદની કોમ માફક કતલ કરીશ.