આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ આ દુઆ પઢે: ("રઝીતુ બિલ્લાહી રબ્બન્" હું રાજી છું અલ્લાહના પાલનહાર હોવાથી), ઇલાહ, વયવસ્થાપક, માલિક અને સરદાર હોવામાં તેમજ સુધારક હોવામાં, ("વબિલ્ ઇસ્લામિ" અને ઇસ્લામના), સંપૂર્ણ આદેશો અને રોકેલા કાર્યોમાં ("દીના" દીન હોવાથી), દીન અને શરીઅતનો દિલથી સ્વીકાર કરવામાં ("વબિ મુહમ્મદિન રસૂલા" અને મુહમ્મદ ના પયગંબર હોવાથી), અને નબી હોવામાં, જે કંઈ તે લઈને મોકલવમાં આવ્યા અને જે આપણી સુધી પહોચાડ્યું, તેના માટે જન્નત વાજીબ થઈ જશે.