નબી ﷺ સિજદામાં આ દુઆ કરતાં હતા: ("અલ્લાહુમ્મગ્ ફિર્લી ઝન્બી" હે અલ્લાહ! મારા ગુનાહ માફ કરી દે) તેને છુપાવીને, અને તેની પાછળ જવાથી મારી સુરક્ષા કર, બસ તું તેને માફ કરે અને દરગુજર કર, ("કુલ્લહુ" સંપૂર્ણ) અર્થાત્: ("દિક્કહુ" નાના) નાના અને ઓછા, ("વજિલ્લહુ" મોટા) મોટા અને વધુ પ્રમાણમાં હોય તે, ("વઅવ્વલુહુ" પહેલા) પહેલો ગુનોહ, ("વઆખિરહુ' છેલ્લો) જે તેની વચ્ચે હોય તે, ("વઅલાનિયતહુ વસિર્રહુ" જાહેર અને છુપા) જેને તારા સિવાય કોઈ ન જાણતું હોય તે ગુનાહ.