આપ ﷺ વધુમાં વધુ તૌબા કરવાનો અને ઇસ્તિગફાર (માફી માંગવી) કરવાનો આદેશ આપી રહ્યા છે, અને જણાવી રહ્યા છે કે તેઓ પોતે પણ અલ્લાહ પાસે દરરોજ સો વખત તૌબા અને ઇસ્તિગફાર કરે છે, જો કે તેમના આગળના અને પાછળના દરેક ગુનાહ માફ કરી દેવામાં આવ્યા છે, અર્થાત્ તેમાં તેમની સપૂર્ણતા અને શ્રેષ્ઠતા તેમજ ઉચ્ચ અને પ્રતિષ્ઠિત અલ્લાહની ઈબાદત છે.