અમ્ર બિન આમિર રઝી અલ્લાહુ અન્હુ અનસ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺ દરેક નમાઝ વખત નવું વઝૂ કરતા હતા, મેં કહ્યું કે તમે કંઈ રીતે કરતા હતા? અમારા માંથી દરેકને તેનું વુઝૂ તેના માટે પૂરતું હોતું જ્યાં સુધી કોઈ વુઝૂ તોડવાવાળી વસ્તુ ન બને. સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

નબી ﷺ દરેક ફર્ઝ નમાઝ માટે વઝુ કરતા હતા, ભલેને તેમનું વઝૂ બાતેલ એટલે કે તૂટ્યું ન હોય, અને સવાબ અને બદલાની ઈચ્છા માટે કરતા હતા. કોઈ વ્યક્તિ એક જ વુઝૂ દ્વારા જો તેનું વઝૂ સુરક્ષિત હોય તો એકથી વધારે ફર્ઝ નમાઝ પઢી શકે છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • નબી ﷺ સામાન્ય રીતે દરેક ફર્ઝ નમાઝ માટે વઝૂ કરતા હતા; સપૂર્ણતા માટે.
  • દરેક નમાઝ વખતે નવું વઝૂ કરી શકાય છે.
  • એક વઝૂ વડે એકથી વધુ નમાઝ પઢવી જાઈઝ છે.
explain-icon

વધુ