આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે મુસલમાનના પ્રાણ લેવા હરામ છે, સિવાય કે જો તે ત્રણ કાર્યો માંથી કોઈ એક કાર્ય કરે: પહેલું: તે વ્યક્તિ જે વ્યભિચાર કરે અને તેના લગ્ન યોગ્ય રીતે થયા હોય, તો તેને પથ્થર મારી સંગસાર કરવો માન્ય છે. બીજું: તેણે જાણી જોઈને અન્યાયી રીતે કોઈ નિર્દોષનું કતલ કર્યું હોય, તો આ પ્રકારના વ્યક્તિને કેટલીક શરતો સાથે કતલ કરવામાં આવશે. ત્રીજું: જે મુસલમાનના સમુદાયથી અલગ થઈ ગયો હોય, ભલે ને તે સંપૂર્ણ રીતે ઇસ્લામ માંથી નીકળી જાય અથવા અમુક એવા કાર્યો કરે, જેનાથી તે સમુદાયથી અલગ થઈ ગયો હોય, જેવું કે વિદ્રોહ કરે, રસ્તામાં લુંટફાટ કરે અને મુસલમાનો સાથે યુદ્ધ કરવા લાગે વગેરે.