નબી ﷺએ એક સફરમાં અમ્માર રઝી અલ્લાહુ અન્હુને એક જરૂરી કામ માટે મોકલ્યા, તો તેઓ રસ્તામાં જુનુબી થઈ ગયા, અર્થાત્ મનેચ્છા સાથે વીર્યનું નીકળવું, પરંતુ તેમને સ્નાન કરવા માટે પાણી ન મળ્યું, કારણકે તેઓ જનાબત વખતે તૈયમ્મુમનો હુકમ જાણતા ન હતા, તેઓ ફક્ત નાની ગંદકી માટે તૈયમ્મુમ કરી શકાય એમ જાણતા હતા, તેમણે વિચાર્યું કે જેવી રીતે વુઝૂ માટે પાણી ન મળવા પર, તૈયમ્મુમ માટે વુઝૂના કેટલાક અંગોને માટી વડે મસો કરવામાં આવે છે, એવી જ રીતે મોટી ગંદકીથી પાક થવા માટે ગુસલના અંગો પર મસો કરી શકાતો હશે, જેથી તેઓ પોતાનું શરીર જમીન પર માટીમાં રગડવા લાગ્યા, અને પછી તેઓએ પોતાના શરીરને ઢાંકી નમાઝ પઢી, જ્યારે તેઓ નબી ﷺ પાસે પાછા આવ્યા, તો નબી ﷺને સંપૂર્ણ વાત જણાવી, જેથી તેઓ જાણી શકે કે તેઓએ બરાબર કર્યું કે ખોટું? નબી ﷺએ નાની ગંદકી જેવી કે પેશાબ અને મોટી ગંદકી જેવી કે જનાબત બન્નેથી પાકી પ્રાપ્ત કરવાનો તરીકો જણાવ્યો, અને એ તરીકો આ પ્રમાણે હતો કે એક વખત જમીન પર માટીમાં હાથ મારો, પછી તેને જમણા હાથ પર ડાબા હાથ વડે મસો કરો અને પછી બન્ને હથેળીઓ અને મોઢાના ઉપરના ભાગમાં પણ મસો કરો.