અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: એક સ્ત્રી અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક યુદ્ધમાં મૃતક મળી, તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરવાથી રોક્યા. સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક યુદ્ધમાં એક સ્ત્રીની લાશ જોઈ, તો સ્ત્રીઓ અને નાના બાળકો, જે હજુ પુખ્તવય સુધી ન પહોંચ્યા હોય તેમની હત્યા કરવાથી રોક્યા.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધ તેમજ જોગીઓ જેઓ લડતા નથી તેમની સાથે યુદ્ધ કરવામાં નહીં આવે, જ્યાં સુધી આ લોકો મુસલમાનો વિરુદ્ધ કોઈ અભિપ્રાય કે મદદ ન કરે, જો તેઓ પણ મુસલમાનો વિરુદ્ધ ભાગીદાર હશે તો તેમની પણ હત્યા કરવામાં આવશે.
  • સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરવા પર રોક લગાવી છે; કારણકે આ લોકો મુસલમાન સાથે લડતા નથી, અલ્લાહના માર્ગમાં જિહાદનો હેતુ ફક્ત યોદ્ધાઓની તાકાતને તોડવી છે; જેથી કરીને સાચી દઅવત (આમંત્રણ) દરેક લોકો સુધી પહોંચે.
  • નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કરુણા અહીં સુધી કે યુદ્ધો અને છાવણીઓમાં પણ.