ઉકબા બિન આમિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «તે શરત પૂરી કરવા બાબતે સૌથી વધારે ધરાવે છે, જેના દ્વારા તમે (સ્ત્રીના) ગુપ્તાંગને હલાલ કરો છો». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

નબી ﷺ એ જણાવ્યું કે એક એવી શરત જે સૌથી વધારે પુરી કરવાનો હક ધરાવે છે, તે લગ્ન વખતે સ્ત્રીને હલાલ કરવા માટે કરીએ છીએ તે છે, આ તે જાઈઝ અને શરીઅત પ્રમાણે કરેલ શરતો છે, જે લગ્ન કરતી વખતે પત્ની સાથે કરવામાં આવે છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • તે શરતોને પુરી કરવી અનિવાર્ય છે, જે પતિ-પત્ની એકબીજા સાથે લગ્ન વખતે કરે છે, હા, તે શરતો પુરી કરવી જરૂરી નથી, જે હલાલને હરામ અથવા હરામને હલાલ કરતી હોય.
  • નિકાહની શરતોને પૂર્ણ કરવી એ અન્ય શરતોને પૂર્ણ કરવા કરતાં વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે તે ગૂંપ્તાગને હલાલ કરે છે.
  • ઇસ્લામમાં લગ્ન વખતે કરવામાં આવતી શરતોને પુરી કરવા બાબતે જે ભાર આપ્યો છે, તેનાથી તેની મહાનતા જાણવા મળે છે.
explain-icon

વધુ