આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મસ્જિદમાં પ્રવેશ કરતી વખ્તે એક મુસલમાનને માર્ગદર્શન આપ્યું કે તે આ શબ્દો દ્વારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ મોકલે: "અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદ", ફરી આ દુઆ પઢે: "અલ્લાહુમ્મફ્ તહલી અબ્વાબ રહ્-મતિક્: અર્થ: (હે અલ્લાહ! તું મારા માટે રહેમતના દરવાજા ખોલી નાખ). અને જયારે બહાર નીકળે તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ અને સલામ મોકલે અને આ દુઆ પઢે: "અલ્લાહુમ્મઅ સિમ્ની મિનશ્ શૈતાનિર્ રજીમ" (અર્થ: હે અલ્લાહ મને તે ધ્રુત્કારેલા શૈતાનથી સુરક્ષિત રાખ)», અને બીજી હદીષમાં શાશક આ દુઆ પઢે: "અલ્લાહુમ્મ અજિર્ની મિનશ્ શૈતાનિર્ રજીમ" (અર્થ: હે અલ્લાહ મને તે ધ્રુત્કારેલા શૈતાનથી સુરક્ષિત રાખ)».