આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તે પાણી વડે પાકી પ્રાપ્ત કરવા માટે સવાલ કરવામાં આવ્યો, જેમાંથી ઢોર, જાનવરો પાણી પીતા હોય છે અને અન્ય જરૂરત પુરી કરતા હોય છે, તે પાણીનો હુકમ પૂછવામાં આવ્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો: જો તે પાણી બે મોટા ઘડા જેટલું હોય, જો કે તેનું પ્રમાણ લગભગ (૨૧૦) લીટર જેટલું હોય, તો પછી તે નાપાક નથી થતું; અને જો ત્રણ લક્ષણો માંથી એક પણ લક્ષણ બદલાય જાય, તો પછી તે પાણી નાપાક થઈ જશે, તેનો રંગ, તેનો સ્વાદ અને તેમાં વાંસ આવી જાય, તો પછી તે નાપાક ગણાશે.