આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલાને ગેરત આવે છે, અલ્લાહ નાપસંદ કરે છે અને ગુસ્સે થાય છે, જેવું કે મોમિન બંદાને ગેરત આવે છે, તે ગુસ્સે થાય છે અને તે નાપસંદ કરે છે, અને અલ્લાહને ગેરત આવવાનું કારણ એ કે બંદો અલ્લાહએ હરામ કરેલ કાર્યો કરે, જેવું કે વ્યભિચાર, લિવાતત (સમલૈંગિકતા), ચોરી, શરાબ , જેવા અન્ય ખરાબ કાર્યો કરે.