ઉમ્મુલ્ મુઅમિનીન હફસા રઝી અલ્લાહુ અન્હાને સવાલ કરવામાં આવ્યો: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કુરઆનની તિલાવત કઈ રીતે કરતા હતા? તેમણે કહ્યું: તમે તે પ્રમાણે નહીં પઢી શકો, તો તેમને કહેવામાં આવ્યું: અમને જણાવો તો ખરા. નાફિએ કહ્યું: ઈબ્ને અબૂ મુલૈકહએ ધીમે ધીમે તિલાવત કરીને બતાવ્યું અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જેમ તિલાવત કરવાનો પ્રયત્ન કર્યો, અને પઢયું: અલ્ હમ્દુ લિલ્લાહી રબ્બિલ્ આલમીન [અલ ફાતિહા: ૨] પર વકફ કર્યો, અર રહમાનીર રહીમ [અલ્ ફાતિહા: ૩], પછી રુકી ગયા, {માલિકિ યવ્મિદ્ દીન}.