અબૂ બકર સિદ્દીક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં ગુફામાં મુશરિકોના પગ તરફ જોયું, તે અમારી પાસે ઉભા હતા, મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! તેમાંથી એક પણ જો પોતાના પગ તરફ જોઈ લેશે, તો આપણે બન્ને નજર આવી જઈશું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે અબૂ બકર! તે બે વ્યક્તિઓ માટે તમારું શું અનુમાન છે, જેમની સાથે ત્રીજો અલ્લાહ હોય». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

મોમિનોના આગેવાન અબૂ બકર સિદ્દીક રઝી અલ્લાહુ અન્હુ હિજરતના સમયે કહ્યું: મેં ગારે ષોરના દ્વાર પાસે ઉભા રહેલા મુશરિકોના પગ તરફ જોયું જયારે અમે અંદર હતા, તો મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! જો તેમના માંથી કોઈ પોતાના પગ તરફ જોઈ લે શે, તો તે આપણને પોતાની નીચે જોઈ લે શે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હે અબૂ બકર! તમે તે બે વ્યક્તિ વિષે શું અનુમાન લગાવો છે, જેમની સાથે ત્રીજો અલ્લાહ હોય, જે તેમને વિજય, મદદ, સુરક્ષા અને વ્યવસ્થા પ્રદાન કરી રહ્યો હોય?!

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • અબ્બો બકર રાજ્હી અલ્લાહુ અન્હુનું મહત્ત્વતાનું વર્ણન કે તેમને પોતાના ઘરવાળાઓ અને સંપતિને છોડી અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મક્કહથી મદીનહ હિજરત કરી.
  • અબૂ બકર સિદ્દીક રઝી અલ્લાહુ અન્હુની અત્યંત ચિંતા અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મોહબ્બત, અને તેમના પ્રત્યે દુશ્મનોના ભયનું વર્ણન.
  • અલ્લાહ પર સંપૂર્ણ ભરોસો કરી અને સાવચેતીના ડગલા અપનાવી અને સાવધ રહી, અલ્લાહની સુરક્ષા પર ભરોસો રાખવો જરૂરી છે.
  • અલ્લાહ તઆલાનું પોતાના નબીઓ અને વલીઓની દેખરેખ કરવી, અને તેમની મદદ દ્વારા રક્ષા કરવી, અલ્લાહઈ કહ્યું: {નિ:શંક અમે પોતાના પયગંબરોની અને ઈમાનવાળાઓની દુનિયામાં પણ મદદ કરીએ છીએ અને અને તે દિવસે પણ જરૂર મદદ કરીશું, જ્યારે સાક્ષી આપનારા ઊભા થશે}.
  • એક આગ્રહ કે જે કોઈ અલ્લાહ પર ભરોસો કરશે, અલ્લાહ તેના માટે પૂરતો થઈ જશે, તેને વિજય આપશે, તેની મદદ કરશે અને તેની સુરક્ષા કરશે અને સંપૂર્ણ રીતે હિફાજત કરશે.
  • આપ સલ્લલાહુ અલૈહિ વસલ્લમનું અલ્લાહ પર સંપૂર્ણ ભરોસો, અલ્લાહ પર યકીન અને દરેક બાબત અલ્લાહને હવાલે કરવાનું વર્ણન.
  • અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બહાદુરી, અને સંતુષ્ટિ.
  • દુશ્મનના ભયથી દીન છીનવાઈ જવાના ભયથી અને સંપૂર્ણ સાવચેતી રાખવી.
explain-icon

કેટેગરીઓ

explain-icon

વધુ