આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલા તેમની રુહને લોટાવી દે છે, જેથી કરીને જે વ્યક્તિએ પણ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર સલામ મોકલ્યું હોય, તેમના સલામનો જવાબ આપી શકે, ભલે તે વ્યક્તિ નજીક હોય કે દૂર, બરઝખી જીવન અને કબરની સ્થિતિ તે ગૈબની બાબતો માંથી છે, તેની સત્યતા અલ્લાહ સિવાય કોઈ નથી જાણતું, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.