આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ અલ્લાહ તઆલાના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરવાનો એક પ્રકાર અત્યાચારી શાસક અથવા જાલિમ પ્રમુખ સામે ન્યાય અને સત્ય વાત કરવી છે; કારણકે તેણે નેકી કરવાનો આદેશ અને બુરાઈને રોકવા જેવુ મહાન કામ કર્યું, ભલે તે ભાષણ દ્વારા હોય કે કોઈ લેખ દ્વારા અથવા કોઈ કાર્ય વડે હોય, જેના દ્વારા ફાયદો પ્રાપ્ત થાય અને બુરાઈને દૂર કરી શકાય.