આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ આ ઝિક્ર પઢશે: ("સુબ્હાનલ્લાહ" અલ્લાહ પવિત્ર છે) તે અત્યંત પવિત્ર છે ("અલ્ અઝીમ" મહાન છે) તેની ઝાત, તેના ગુણો અને કાર્યોમાં અત્યંત મહાન, ("વ બિહમ્દિહિ" તેના માટે જ પ્રશંસા છે) ગુણોની સંપૂર્ણતાનો એકરાર; જેટલી વાર તે આ ઝિકર પઢશે એટલી વાર જન્નતમાં એક ખજૂરનું ઝાડ રોપવામાં આવશે.