આપ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે સૂવા માટે પથારીમાં જતા, તો પોતાના જમણા હાથને જમણા ગાલની નીચે રાખતા અને કહેતા: «"અલ્લાહુમ્મ" (હે અલ્લાહ!)» હે મારા પાલનહાર!, «"કિની" (મારી રક્ષા કર)» મારી હિફાજત કર, «"અઝાબક" (તારા અઝાબથી)» તારી પકડથી, «"યવ્મ તજમઉ અવ્ તબ્અષુ ઇબાદક" (જે દિવસે તું લોકોને ફરી વખત જીવિત કરી એકઠા કરે)», કયામતના દિવસે હિસાબના સમયે.